વેરાવળ

વેરાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનું મહત્વનું શહેર છે અને વેરાવળ તાલુકાનું મુખ્ય મથક છે.

 

ભૌગોલિક પરિસ્થિતિની માહિતી :

ભૌગોલિક પરિસ્થિતિ        -   20.9°N 70.37°E

 

વસ્તીવિષયક :

૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, વેરાવળની વસ્તી ૧,૫૩,૬૯૬ હતી. કુલ વસ્તીના ૫૧% પુરુષો છે અને સ્ત્રીઓ ૪૯% છે. વેરાવળનો સરેરાશ સાક્ષરતા દર ૬૨% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતા વધારે છે. પુરૂષ સાક્ષરતા ૭૧% છે અને સ્ત્રી સાક્ષરતા ૫૩% છે. વેરાવળમાં, ૧૪% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની છે.

ખેતી / પાક  -  ઘઉં, જીરુ, વરિયાળી

 

ઉદ્યોગો

મત્સ્યોદ્યોગ હંમેશાથી નગરનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે અને ખારવા (માછીમારો)ઓનું તેમાં પ્રભુત્વ છે. મોટેભાગે પરંપરાગત નાવડા પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટા નાવડા બનાવવાના ઉદ્યોગો પણ છે. વેરાવળ જીઆઇડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) માં મોટી સંખ્યામાં માછલી સમારવાના કારખાનાઓ છે જે અમેરિકા, જાપાન, દક્ષિણ-પૂર્વ એશિયા, આરબ અને યુરોપિયન યુનિયનના દેશો માટે ઉત્તમ ગુણવત્તાની માછલીઓ અને અન્ય દરિયાઈ ખોરાક નિકાસ કરે છે. મત્સ્યઉદ્યોગ, જે સરકારી પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે હવે ખુબ ખીલ્યું છે અને ઘણા આયાતકારો વિશ્વભરથી વેરાવળ તરફ આકર્ષાય છે. વેરાવળ સ્થિત CIFT અને CMFRIના પ્રાદેશિક સંશોધન કેન્દ્રોએ ગુજરાતમાં ફિશરિઝ સેક્ટરના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.

વેરાવળમાં આદિત્ય બિરલા નુવો લિમિટેડ (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.

 

મહત્વ

વેરાવળ એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ-સોમનાથનું પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ-સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે.

 

શૈક્ષણિક માહિતી  - 

આ સંકુલમાં જુદી-જુદી સ્કુલો, જુદી-જુદી કોલેજો જેવી કે, બી.એડ., એમ.બી.એ, આર્ટસ એન્ડ સાયન્સ, હોમ સાયન્સ, કોમર્સ વિગેરે કોલેજો તેમજ આઈ.ટી.આઈ. આવેલ છે.

 

સરકારી કચેરીઓ :-

વેરાવળ નગરમાં નીચે મુજબની કચેરીઓ આવેલી છે

  • મુખ્ય સિવિલ જજ અને જયુડીશીયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી
  • મામલતદારશ્રીની કચેરી,
  • સબ રજીસ્ટ્રાર કચેરી,
  • તાલુકા પંચાયત કચેરી,
  • પોલીસ સ્ટેશન,
  • પોસ્ટ ઓફીસ,

હોસ્પીટલો :-

સામુહિક આરોગ્ય કેન્દ તથા ખાનગી હોસ્પીટલો આવેલ છે.